જૂની મોટી ચીરઇમાં નદીમાં ન્હાવા પડેલ 17 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ જૂની મોટી ચીરઇમાં નદીમાં ન્હાવા પડેલ 17 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ જૂની મોટી ચીરઇમાં રહેનાર રમજાન નામનો કિશોર સર્કરા નદી બ્રિજ પાસે પોતાના મિત્રો સાથે નાહવા ગયેલ હતો. જ્યાં કોઈ કારણે આ કિશોર ડૂબી જતાં નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયેલ હતો. બાદમાં નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત થયું હતું.