ભુજમાં વોકડા ફળિયામાં ઉભરાતી ગટરથી સ્થાનિક લોકો ત્રાહિમામ


ભુજ શહેર ના સેન્ટર માં આવતા વોકડા ફળિયામાં છેલ્લા એક મહિના કરતા વધુ સમય થી મેન ગટર લાઈનનું કામ ખૂબ જ ધીમી ગતીએ ચાલી રહ્યું છે. આવામાં નાની નાની ગટર ઉભરાવા લાગી છે. લોકના ઘરો માં ગટર નું દુષિત પાણી ફળી વડિયું છે. ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યુ છે. કે ગટર ના દુષિત પાણી ઘરો માં જવા લાગ્યું છે. સ્કૂલ જતા બાળકો હાલાકી ભોગવી રહ્યા છે. આવા દુષિત પાણી થી દૂર ગંદ ફેલાવા લાગી છે. રોગ ચાડા પણ ફેલાવાની શક્યતા વધી ગઈ છે. હાલે લાકો બીમાર પણ પડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. નગર પાલિકાના માણસો આટા ફેરા કરી ચાલ્યા જાય છે. જે પ્રમાણે કામ થવું જોઈએ થતું નથી બીજી તરફ નગર પાલિકા ના જવાબદાર લોકો ઘોર નિંદ્રા માં છે. ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.