ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત અભિયાન અંતર્ગત ગાંધીધામમાં યોગ શિબિર યોજાઈ

            ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ મેદસ્વિતા મુક્ત ગુજરાત શિબિર અંતર્ગતસિંધિ સમાજના સહયોગથી ઝૂલેલાલ મંદિર ગાંધીધામ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓએ ઉપસ્થિત રહી યોગાભ્યાસ તથા આરોગ્યપ્રદ જીવનશૈલી વિશે જાણકારી મેળવી હતી.  આ અવસરે પતંજલિ પરિવારગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય સભ્યો તથા ડૉક્ટર્સ ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિવિધ લોકોએ ઉત્સાહભેર જોડાઈને યોગાભ્યાસ કર્યા હતા અને તબીબી માર્ગદર્શન મેળવ્યું હતું.