નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસે ભાજપ દવારા ની વિવિધ સેવાકાર્યો કરાયા

17 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસે સમગ્ર દેશમાં વિવિધ સંસ્થાઓ, જિલ્લા ભાજપના તમામ મંડળો દવારા, મોરચાઓ દવારા સેવાકીય કાર્યો કરી મોદીજી ના દીર્ઘઆયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
જે અંતર્ગત જિલ્લા ભાજપ દવારા નરેન્દ્રભાઈ ના જન્મદિવસે આખા દિવસ વિવિધ સેવાકીય અને સામાજીક કાર્યો કરી ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ની આગેવાની માં યોગ શિબિર, શાળાની દીકરીઓ માટે સેનેટરી પેડ વિતરણ,સુખપર રોહા ખાતે નમો વન, એક પેડ માં કે નામ કાર્યક્રમ, ભુજ સત્યનારાયણ મંદિરે પૂજા અર્ચના સાથે મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું, હમીરસર કાંઠે થી મહાદેવ ગેટ, રામધૂન સુધી સ્વચ્છતા અભિયાન હેઠળ સફાઈ અભિયાન આદરવામાં આવ્યું હતું,ત્યારે બાદ સુપોષણ અભિયાન અંતર્ગત ન્યુટ્રીશિયન કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું,આંબેડકર ભવન ખાતે લાભાર્થી કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.
એક ખાસ કાર્યક્રમ માં સ્મૃતિવન ખાતે આત્મનિર્ભર ભારત અંતર્ગત એક સાથે 10 લાખ લોકો શપથ લઇ વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે ત્યારે સ્મૃતિવન ખાતે એક કચ્છ, એક શપથ,એક ભારત સંમેલન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ભુજ હાટ ખાતે સાંસદ સ્વદેશી મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના મોટા 150 સ્ટોલ રાખવામાં આવ્યા હતા અને લોકલ ફોર વોકલ ના મોદી સાહેબના વિઝન ને સાકાર કરવા તરફ પ્રયત્ન કરવામાં આવ્યું અને નવરાત્રી માં માતાનામઢ જતા પદયાત્રિકો માટે ચાલતા સેવા કેમ્પો ના આયોજકો ના સન્માન કરી તેમને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હત્તા.
જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું કે દેશના યશસ્વી વડાપ્રધાન અને સવાયા કચ્છી એવા નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ એ કચ્છ જિલ્લા ભાજપ દવારા મોદી સાહેબ ને ગમતા કાર્યો.. સેવા કાર્યો કરી લોકો ને ઉપયોગી થાય તેવા કાર્યો કરવા પ્રયત્ન કર્યું હતું અને નવરાત્રીમાં માતાજી ના સેવા કેમ્પોમાં જઈ માતાજીની પૂજા આરતી કરી મોદી સાહેબ ના નિરોગી અને દીર્ઘાઆયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મોદી સાહેબના 75 માં જન્મદિવસે વિવિધ સંસ્થાઓ, મંડળો દવારા સ્વયંભુ રીતે સેવાકીય અને લોકોપયોગી કાર્યો કરવામાં આવ્યા છે એ જ લોકો ના મન માં મોદી સાહેબ અદકેરું સ્થાન છે તે સાબિત કરે છે. આજના દિવસે દેશ નહી પણ દુનિયામાંથી પણ મોદી સાહેબ ને શુભેછાઓ પાઠવવા લોકો ની ભીડ જામી હતી તે આપણા માટે ગૌરવની વાત છે. મોદી સાહેબના લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારત ના સ્વપ્ન ને સાકાર કરવા સમગ્ર કચ્છ તેમની સાથે રહેશે અને આ માટે આજના દિવસે એક લાખ જેટલાં લોકોએ શપથ લીધા હોવાનું જણાવ્યું હતું.
આજના સમગ્ર દિવસ ના કાર્યક્રમો માં અલગ અલગ મંડળો માં જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા, ત્રિકમભાઇ છાંગા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ ના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, સેવા પખવાડિયા કાર્યક્રમ ના ઇન્ચાર્જ રાહુલભાઈ ગોર જિલ્લા ના હોદેદારો, મોરચાના હોદેદારો આગેવાનો, વિવિધ મંડળો ના હોદેદારો આગેવાનો કાર્યકરો જોડાયા હોવાનું જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદીમાં જણાવ્યું હતું.