ભુજમાંથી 15 હજારની રોકડ સાથે જુગાર રમતી છ મહિલાઓની કરાઈ ધરપકડ

copy image

ભુજમાંથી 15 હજારની રોકડ સાથે જુગાર રમતી છ મહિલાઓને પોલીસે રંગે હાથ પકડી પાડી છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કેમ્પ વિસ્તારમાં અમુક મહિલાઓ જાહેરમાં જુગાર રમી રહી છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી જુગાર રમતી છ મહિલાઓને પકડી પડી હતી. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રૂા. 15,410 રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.