ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ભુજ દ્વારા૨૦ સપ્ટેમ્બરના “કોસ્ટલ ક્લિન સી કેમ્પેઇન” નું આયોજન

ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE), ભુજ દ્વારા તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ (NCCR), ચેન્નઈ, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સિસ (MOES), ભારત સરકારના સહયોગ તથા ડૉ. વી. વિજયકુમાર (નિયામક શ્રી, GUIDE) ના માર્ગદર્શન હેઠળ “કોસ્ટલ ક્લીન સી કેમ્પેઇન” નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમુદ્ર તટના વિસ્તારોના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનો અને પ્લાસ્ટિકમુક્ત બનાવીને વધુ યોગ્ય પર્યાવરણ ઉભું કરવાનો છે. વિદ્યાર્થીઓ ભવિષ્યની પેઢી છે અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓમાં તેઓ રાષ્ટ્રીય વિકાસમાં અનોખી ભૂમિકા ભજવી શકે છે. ઉપરાંત સમાજમાં પ્લાસ્ટિકમુક્ત, સ્વચ્છ અને સ્વસ્થ દરિયા કિનારાઓ માટેનો સંદેશ પહોંચાડી શકે છે. આથી, આ કેમ્પેઈનમાં સારસ્વતમ સંચાલિત માતૃશ્રી આરએચપી હાયર સેકન્ડરી સ્કૂલ (મસ્કા),  વિદ્યાભારતી સંચાલિત શ્રી સારસ્વતી વિદ્યામંદિર (માંડવી)ના સહયોગ આપશે. આ ઉપરાંત, માંડવી નગરપાલિકા પણ આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લેશે

આ સમગ્ર કાર્યક્રમનું સંકલન ગાઇડના વૈજ્ઞાનિક ડૉ. દુર્ગા પ્રસાદ બહેરા અને ICC-૨૦૨૫ના સંકલનકર્તા દ્વારા કરવામાં આવ્યું છે.
૦૦૦૦