અંજાર તાલુકાની  ત્રણ પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ

  અંજાર તાલુકાની ધમડકાની ચકારમોરાવાંઢ પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૫૦વાડા ગામની પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૨૨ અને મેઘપર બોરીચીની સોનલનગર મેઘપર બોરીચી પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૧૩૪ની પ્રાથમિક શાળાઓમાં સને ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષ દરમિયાન બંધ રહેલા/ચાર્જમાં આપેલા મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટેનું નિયત અરજી ફોર્મ સંપૂર્ણ અંજાર મામલતદાર કચેરીથી મેળવીને વિગત ભરીને અરજી તા.૩૦/૦૯/૨૦૨૫ના કચેરી સમય સુધીમાં મળે તે રીતે ટપાલથી/રૂબરૂ મામલતદાર કચેરી અંજાર ખાતે મોકલી આપવાની રહેશે. તા.૩૦/૦૯/૨૦૨૫ બાદ મળેલી અરજી ધ્યાને લેવામા આવશે નહીં. અરજી કરનાર તમામ ઉમેદવારે તારીખ ૦૬/૧૦/૨૦૨૫ સોમવારના રોજ ૧૧:૦૦ કલાકે સ્થળ મામલતદારશ્રીની ચેમ્બર, મામલતદાર કચેરી અંજાર મધ્યે ઈન્ટરવ્યુ માટે અરજીમાં જણાવેલા અસલ આધારો સાથે રૂબરૂમાં હાજર રહેવાનું રહેશે.

        સ્થાનિક વિધવા ત્યક્તા મહિલાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. અગાઉ કરેલી અરજી માન્ય રહેશે નહીં. તેઓએ નવેસરથી અરજી કરવાની રહેશે. અગાઉ ગેરરીતી સબબ છૂટા કરેલા સંચાલકોને નિમણૂક માટે લાયક ગણવામાં આવશે નહીં. ઉમેદવારી માટેની જરૂરી લાયકાત શૈક્ષણિક લાયકાત – એસ.એસ.સી પાસ રહેશે. જો એસ.એસ.સી. પાસ ઉમેદવાર નહીં મળે તો તેનાથી નીચે ધોરણ –૭ પાસ સુધીના  ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે. તમામ ઉમેદવાર માટે વય ૨૦થી ૬૦ વર્ષની રહેશે. આ અંગે અન્ય શરતો કચેરીમાંથી રૂબરૂ જાણી શકાશે. નિયત નમુનાના અરજી ફોર્મમાં અરજદારે શાળા છોડ્યાના પ્રમાણપત્ર મુજબ અરજી કરવાની રહેશે.

        અરજી સાથે રજૂ કરવાના જરૂરી આધાર પુરાવામાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની ખરી નકલ આપવાની રહેશે. ઉંમર અંગેના આધાર પુરાવા (એલ.સી.) રેશનકાર્ડચૂંટણીકાર્ડની નકલઆધારકાર્ડની નકલ,  જાતિ અંગેનું પ્રમાણપત્રસ્થાનિક રહેઠાણ અંગેના તથા અરજી ફોર્મમાં જણાવેલ અન્ય આધારએસ.બી.આઇ. બેંક ખાતા નંબર/પાસબૂકની ઝેરોક્ષ નકલ તબીબી પ્રમાણપત્ર, પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર ( ફોજદારી ગુનો નોંધાયેલો ન હોવા અંગેનું) ઉપરોક્ત તમામ આધાર પુરાવાઓની પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે. અરજદારે અરજી ફોર્મ અધિકારીશ્રીની ખરાઈ કર્યા બાદ જ આવક શાખામાં રજૂ કરવું. ખરાઇ કર્યા વગરનું ફોર્મ માન્ય ગણાશે નહીં તેમ મામલતદારઅંજારની અખબાર યાદીમાં જણાવાયું છે.