અંજારના વરસામેડી નજીક માર્ગ ઓળંગતા આધેડને કારે હડફેટે લેતા મોત

copy image

copy image

અંજારના વરસામેડી નજીક માર્ગ ઓળંગતા આધેડને કારે હડફેટે લેતા તેમને જીવ ખોવાનો વારો આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુ પ્રાપ્ત થઈ વિગતો મુજબ ગત દિવસે સવારના અરસામાં વરસામેડી નજીક ડાયાભાઇ ડાંગર નામના આધેડ પગે ચાલીને જૈન દેરાસર બાજુથી ધોરીમાર્ગ ઓળંગી કરણપીર દાદાનાં મંદિર તરફ જઈ રહ્યા હતા. તે સમયે પુરપાટ આવતી કારના ચાલકે તેમને હડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.