વિથોણ ખાતે ૨૫ સપ્ટેમ્બરના ભૂલકાં મેળો યોજાશે
મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણને સઘન બનાવવા અને આંગણવાડી કેન્દ્રમાં આવતા ૩ થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ અને બાલવાટિકા માટેની સજ્જતા કેળવી શાળામાં પ્રવેશ મેળવે તે માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભે “પા પા પગલી” પ્રોજેક્ટનો અમલ કરવામાં આવેલો છે. જે અંતર્ગંત સમાજમાં બાળકના જીવનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ અને જાગૃતિ કેળવવા માટે જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો કાર્યક્રમ નખત્રાણા તાલુકાના વિથોણ ખેતાબાપા સંસ્થાન ખાતે યોજાશે. સવારે ૧૦ કલાક થી ૨.૦૦ કલાક સુધી યોજાનાર આ કાર્યક્રમમાં આઇસીડીએસ વિભાગનાં પ્રિ-સ્કુલ ઇન્સ્ટ્રકટર દ્વારા શિક્ષણમાં સર્જનાત્મક પ્રવૃતિ, બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા શૈક્ષણિક સાધન સામગ્રીનું પ્રદર્શન યોજાશે તેવું જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રી ડી.ડી.પંડ્યાની અખબાર યાદીમાં જણાવાયું છે.