ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશના ભાગરૂપે દબાણ હટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૦૯/૨૦૨૫ થી શરુ કરેલ ઝુંબેશના ભાગરૂપે ૪૦૦ ક્વોટર ના દબાણો બાબતે માન.કમિશનરશ્રી, મનીષ ગુરવાની ની સુચના અને માર્ગદર્શન હેઠળ દબાણ હટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી. મોટાભાગના દબાણો મહાનગરપાલિકાની ગટર લાઈન ઉપર કરવામાં આવેલ હતા. આ વિસ્તારમાં જે દબાણ દૂર કરવાથી ગટર/ડ્રેનેજના પ્રશ્નો દુર થશે. આ કાર્યવાહીમાં મહાનગરપાલિકાના ૩ જે.સી.બી., ૪ ટ્રેકટર, ૧૫ કર્મચારીઓ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજના હાજરીમાં આજરોજ અંદાજીત કુલ-૫૦ દબાણો દુર કરવામાં આવેલ. આ ઝુંબેશમાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી ચૌધરી, અને પી.એસ.આઇ.શ્રી ઝાલા દવારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત રાખવામાં આવેલ, તથા તમામ વેપારીઓ તરફથી પણ આ ઝુંબેશને પુરતો સહયોગ આપવામાં આવેલ. તેમજ આવનાર દિવસોમાં પણ આ ઝુંબેશ શરુ રહેશે.