મકાન તોડવાના કામ દરમ્યાન નીચે પડી જવાના કારણે 18 વર્ષીય યુવાનનું મોત

copy image

ગાંધીધામ શહેરમાં મકાન તોડવાના કામ દરમ્યાન નીચે પડી જવાના કારણે 18 વર્ષીય યુવાનનું મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે બપોરના સમયે સેકટર-4 વિસ્તારમાં બબલુભાઈ મકાન તોડવાનું કામ કરી રહ્યા હતા તે સમયે કોઈ કારણે અચાનક નીચે પડી જવાથી તેમને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.