દેશલપર (ગું) ગામના સીમ વિસ્તારની વાડીઓમાંથી 70 મીટર કેબલની ઉઠાંતરી

copy image

copy image

 નખત્રાણા ખાતે આવેલ દેશલપર (ગું) ગામના સીમ વિસ્તારમાં આવેલ વાડીઓમાંથી 70 મીટર કેબલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર દેશલપર (ગું) ગામના સીમ વિસ્તારમાં વાડી વિસ્તારમાં આવેલી વાડીઓમાં ઘૂસેલા કોઈ અજાણ્યા ચોર ઈસમોએ અહીથી કુલ  કિં. રૂા. 10,500ના 70 મીટર વાયર પર હાથ સાફ કર્યો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.