“સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” નો કચ્છના માધાપર ગામેથી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો

દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલ
મહોત્સવ – ૨૦૨૫” નો આયોજન કરવા આહ્વાન કરવામાં આવેલ. જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને
પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ
ચાવડા દ્વારા ગત ૨૯ ઓગષ્ટ થી ૨૦ સપ્ટેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા સૌ રમતવીરોને રજીસ્ટ્રેશન કરવા જણાવેલ છે.
જે અંતર્ગત બહોળી સંખ્યામાં સૌ રમતવીરો દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ છે.
“સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” નો ૨૧ સપ્ટેમ્બરથી દેશવ્યાપી શુભારંભ થતો હોઈ જેના ભાગરૂપે આજે ભુજ
તાલુકાના માધાપર ગામે એમ.એસ.વી. હાઈસ્કુલ ખાતે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ભવ્ય શુભારંભ કરવામાં આવેલ. અને
આ પ્રસંગે હોકી અને તીરંદાજી સ્પર્ધાઓ અંતર્ગત રમતોનો આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત બહોળી સંખ્યામાં ખેલાડીઓ
દ્વારા હોકી અને તીરંદાજી સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું કર્તબ બતાવ્યું હતું..
આ પ્રસંગે જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી હિતેષભાઈ ખંડોલ, શ્રી
રાજુભાઈ પલણ, શ્રી દિનેશભાઈ ઠક્કર, શ્રી પારૂલબેન કારા, શ્રી તુષારભાઈ વેરકરીયા, ડો.ડી.એલ.ડાભી, શ્રી અશોકભાઈ
બરાડીયા, શ્રી વાલજીભાઈ આહિર, શ્રી ગંગાબેન મહેશ્વરી, શ્રી રવિભાઈ ગરવા, શ્રી મનિષાબેન વેલાણી, શ્રી જયંતભાઈ
માધાપરીયા, શ્રી સચિનભાઈ જાડેજા, શ્રી સંદિપભાઈ ગઢવી, શ્રી ભરતભાઈ આહિર, શ્રી હિરેનભાઈ રાઠોડ, શ્રી નારાણભાઈ
મહેશ્વરી, શ્રી હર્ષદભાઈ ઠક્કર, શ્રી મહેશભાઈ ઝાલા, શ્રી જગદીશભાઈ માધાપરીયા તથા ખેલ મહોત્સવના કોચ તરીકે શ્રી
વિષ્ણુભાઈ ચૌધરી, શ્રી વિનયભાઈ મીશ્રાજી, શ્રી વનિતાબેન, ડો.આર.ડી.ઝાલા તથા શ્રી કુલદિપસિંહ જાડેજા એ જહેમત ઉઠાવી હતી
શ્રી મનોજભાઈ લુહાર એ સંચાલન સંભાળ્યું હતું..