સહકાર સેવા મંડળ ધ્વારા અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના પ્રમુખ તથા તમામ હોદેદારોનું સન્માનપત્ર તથાશાલ ધ્વારા સન્માન કરવામાં આવેલ
સહકાર સેવા મંડળ ધ્વારા અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના પ્રમુખ તથા તમામ હોદેદારોનું સન્માનપત્ર તથા શાલ ધ્વારા સન્માન કરવામાં આવેલ.
આ સન્માન કાર્યક્રમમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના નિયુકત થયેલ પ્રમુખ–હાજી સલીમભાઈ જત, મહામંત્રી-સુમરા રમજાનઅલી આમદ, મંત્રી–મહંમદ આસિફ જુણસ હસણીયા (કામદાર), ભુજ શહેર સુન્ની મુસ્લીમ હિતરક્ષક સમિતિના પ્રમુખ સૈયદ મુહમ્મદ અશરફશા નાજમુલ હસન, મુસ્લીમ એજયુકેશન વેલ્ફેર સોસાયટીના ચેરમેન–હાજીઅલીમોહંમદભાઈ એમ. જત તેમજ અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના પૂર્વ પ્રમુખ અબ્દુલભાઈ મીઠુભાઈ રાયમા તથા પૂર્વ નગર સેવક-ગનીભાઈ કુંભાર નું શાલ તથા સન્માન પત્રથી સન્માન કરવામાં આવેલ. તેમજ મુસ્લીમ એજયુકેશન વેલ્ફેર સોસાયટીના ચેરમેન-હાજીઅલીમોહંમદભાઈ એમ. જત ધ્વારા સમાજમાં શૈક્ષણિક જાગૃતિ લાવવા માટે જરૂરી પ્રયાસો કરવાનું જણાવવામાં આવેલ.
આ સન્માન કાર્યક્રમમાં સહકાર સેવા મંડળ ના પ્રમુખ ઝહીર આઈ. સમેજા, ઉપપ્રમુખ-માલશીભાઈ માતંગ, મહામંત્રી-વારીસભાઈ પટણી, ખજાનચી-યુનુસભાઈ ખત્રી, સંગઠન મંત્રી–સલીમ મોગલ, સલાહકાર –વિભાકરભાઈ અંતાણી તથા કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ-આમદભાઈ જત, અઝીઝભાઈ કોઠારી, અનવરભાઈ શેખ, તથા ઈરફાન હાલેપોત્રા, ગની તાલબ કુંભાર, અબ્બાસભાઈ કુંભાર, ઈકબાલ ધોબી, લબ્બેક ફાઉન્ડેશન તથા હાજીઅલી નવાજી, મજીદ સાહેબ, આરીફભાઈ કુંભાર, ઈકબાલભાઈ કુંભાર, મુસ્લીમ એજયુકેશનના પ્રિન્સીપાલ સિકંદર રાયમા, હાટકેશ મહિલા મંડળ ના પ્રમુખ જયશ્રીબેન હાથી, પારૂલબેન બુચ, શ્રધ્ધાબેન ધોળકીયા, શીતલબેન ગોર, ભારતીય મહિલા સુરક્ષા સંગઠન ના રમાબેન માંકડ, આરતી હંસોરા, ભાવનાબેન જોશી હાજર રહેલ હતા.
આ સમગ્ર વિતરણ કાર્યક્રમ નું સંચાલન વિભાકરભાઈ અંતાણીએ કરેલ હતું. તેવું સહકાર સેવા મંડળના માલશી માતંગ એ પોતાની યાદીમાં જણાવેલ