આઈ.ટી.આઈ. ભુજ ખાતે ૨૪ સપ્ટેમ્બરના રોજગાર મેળો યોજાશે

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, કચ્છ અને આઈ.ટી.આઈ, ભુજના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪ સપ્ટેમ્બરના  બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ. ભુજ, લેવા પટેલ હોસ્પિટલ પાછળ, ભુજ ખાતે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતા ઉપસ્થિત રહેશે છે. જેમાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો ભાગ લઈ શકે છે. આ ભરતીમેળામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારો એ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો અને બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવું તેવુ રોજગાર અધિકારીશ્રી ભુજની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.