ભુજ ખાતે ૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પોષણ માસની ઉજવણી અંતગર્ત આયુર્વેદિક નિદાન-સારવાર-સલાહ મેગા કેમ્પ યોજાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય તથા નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા વૈદ્ય પંચકર્મ શ્રીના માર્ગદર્શન હેઠળ તા.૨૩ સપ્ટેમ્બરને મંગળવારના રોજ સમય : સવારે ૯:૦૦ થી ૧:૦૦, સાંજે ૪:૦૦ થી ૫:૩૦ દરમિયાન સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે સર્વરોગ આયુર્વેદિક નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં નિ: શુલ્ક બ્લડ સુગર ટેસ્ટ, ડાયાબિટીસ, હરસ, મસા, ભગંદર, મેદસ્વિતા તથા બ્લડ પ્રેશર -કોલેસ્ટ્રોનના દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન સાથે સારવાર-સલાહ આપવામાં આવશે. સિનિયર સિટિઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્યવર્ધક ઔષધ આપવામાં આવશે. દરેક પ્રકારના તાવ, શરદી, ખાંસી, કળતર, વા, સાંધાના દુ:ખાવા માટે શ્રેષ્ઠ રોગ પ્રતિકારકવર્ધક અમૃત પેય ઉકાળાનું વિતરણ કરાશે. કમરના મણકાની તકલીફ, ખભાનો અને પગની એડીનો દુખાવો, પગની કણી જેવા રોગ માટે ખાસ પ્રકારની અગ્નિકર્મ ચિકિત્સાની સારવાર આપવામાં આવશે. શિરાજગ્રંથી (વેરીકોજ વેઈન) માટે રક્તમોક્ષણ ચિકિત્સા અને શિરાવેધન ચિકિત્સા તથા ડાયાબિટીસ બ્લડ પ્રેસર- થાઈરોઈડ-મેદસ્વિતા માટે યોગ દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામા આવશે સાથે જ માથામાં ટાલ (ઈન્દ્ર લુપ્ત) માટે ખાસ પ્રકારની સારવાર અપાશે તેમ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.