“સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રોમાં ધાર્મિક તથા જાહેર સ્થળો સામૂહિક સફાઇ સાથે સરકારી કચેરીઓમાં સફાઇ અભિયાન હાથ ધરાયું


ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કચ્છભરના ગ્રામીણ ક્ષેત્રોમાં ધાર્મિક તથા જાહેર સ્થળોની સફાઇ કરવામાં આવી હતી.
“સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત ગ્રામ્યસ્તરે સ્વચ્છતા શપથ, વૃક્ષારોપણ, ધાર્મિક સ્ળથો, જાહેર માર્ગો, આંગણવાડી કેન્દ્રો સહિતના સ્થળોની સફાઇ કરાઇ હતી. મીઠીરોહર, વિરાણી નાની, મમાયમોરા, વિગોડી, વરલી, વાંકી, બગડા સહિત કચ્છના તમામ તાલુકાના ગામોમાં સફાઇ હાથ ધરાઇ હતી. આ સાથે જ શાળા તથા આંગણવાડીકક્ષાએ પણ જાગૃતિ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ હતી. આ સફાઇ અભિયાનમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.