ભુજ નગરપાલિકા દ્વારા શહેરીજનોને નવરાત્રીના ગરબા તેમજ પુજાપો હમીરસર તળાવમાં ન પધરાવવા માટે વિનંતી

આગામી દિવસોમાં નવરાત્રીનું સમાપન થયેથી લોકોએ પોતાના ઘર માં ગરબાનું સ્થાપન કર્યું છે તેમને જણાવવાનું કે ભુજ નગરપાલિકા દ્વારા ગરબા તારવા માટે શહેરીજનોને ભુજના હ્રદયસમા હમીરસર તળાવમાં વિસર્જન ન કરવા વિનંતી કરાઈ હતી તેમજ વિસર્જન માટે દર વર્ષની જેમ ભુજ નગરપાલિકા દ્વારા ટ્રેક્ટર તેમજ ટ્રોલીની સુવિધા રખાઈ છે.

સમગ્ર શહેરમાં ઘરે ઘરે, શેરી-ફળીયા, કોલોનીમાં નવરાત્રીના ગરબાનું સ્થાપન થતું હોય છે લોકો ગરબાનું સ્થાપન કરી પૂજા પાઠ કરતા હોય છે ત્યારબાદ નવરાત્રી પૂર્ણ થયા બાદ તે ગરબાનું તેમજ પુજાપાના સામાનનું વિસર્જન હમીરસર તળાવમાં ના કરવા વિનંતી કરું છું. હમીરસર તળાવની બહારસાઈડ ભુજ નગરપાલિકા દ્વારા ટ્રેકટર તેમજ ટ્રોલીની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં રાખી દેવા જેથી આપણે સૌ હમીરસર તળાવમાં ગંદકી ના કરી હમીરસર તળાવના જળચર જીવોને બચાવીએ ભુજ નગરપાલિકા દ્વારા ટ્રેક્ટર ટ્રોલીમાં એકત્રિત કરેલા ગરબા એકીસાથે માંડવી દરિથા મધ્યે પથરાવવામાં આવશે.