ભુજમાંથી વરલી મટકાના આંક ફરકનો જુગાર રમનાર ઈશમને પોલીસે દબોચ્યો

copy image

ભુજમાંથી વરલી મટકાના આંક ફરકનો જુગાર રમનાર ઈશમને પોલીસે દબોચી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજના ખારસરા મેદાન નજીક જાહેરમાં કોઈ ઈશમ વરલી મટકાના આંક ફરકનો જુગાર રમી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી આરોપી શખ્સને રંગે હાથ દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.