ભુજ આરટીઓ દ્વારા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-રજિસ્ટ્રેશન અને સી.પી.આઇ કામગીરી બાબતે કેમ્પનું આયોજન કરાશે
આરટીઓ દ્વારા કચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિક અને વાહન માલિકો માટે ઓક્ટોબર-૨૦૨૫માં નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-રજિટ્રેશન તથા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના સી.પી.આઇ કરાવવા બાબતે કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં તા.૨૭/૧૦/૨૦૨૫ના નલીયા ખાતે સવારે ૧૧થી બપોરે ૧ કલાક સુધી, તા. ૨૮/૧૦/૨૦૨૫ના નખત્રાણા ખાતે સવારે ૧૦થી બપોરે ૧૨:૩૦ કલાક સુધી તથા તા.૨૮/૧૦/ ૨૦૨૫ના દયાપર ખાતે બપોરે ૩ થી ૫ કલાક સુધી કેમ્પ યોજાશે. આ સાથે ભુજ કચેરીએ પણ આ કામગીરી કરી આપવામાં આવશે તેવું ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજ-કચ્છની અખબારી યાદીમાં જણાવામાં આવ્યું છે.