નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર પડધી ભરેલ ટાટા કંપનીની એસ ગાડી પકડી ડીટેઇન કરાઈ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીનાઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા દરમ્યાન રોહા-નખત્રાણા રોડ, બેરુ ગામના બસ સ્ટેશન પાસે એક ટાટા કંપનીની એસ ગાડી જેના રજી.નં. GJ 20 U 3062 વાળી આવતા તેને ઉભી રખાવી ચેક કરતા ગાડીમાં પડધી(પથ્થર) આશરે ૮.૫ ટન ભરેલ હોય જેથી વાહન ચાલક ખીમજી કાનજી જેપાર રહે. વ્યાર તા. નખત્રાણા વાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ માગતા રોયલ્ટી પાસ-પરમીટ ન હોઇ જે અંગે ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ વાહન ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.