ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ – કચ્છ

આજ તા.૦૩/૧૦/૨૦૨૫ ના રોજ ૧૩:૦૦ કલાકે મે કલાપુર્ણ ઘી, સર્વે નં: ૪૯૫, પ્લોટ નં: ૨૦, કોટવાલ ઓઇલ મીલની સામે, નાગોરી રેલવે ક્રોસીંગ પાસે, ભુજ-કચ્છ બાતમી ના આધારે રેડ કરવામાં આવેલ. રેડ દરમ્યાન સ્થળ પરનાં જવાબદાર વ્યક્તિ શ્રી રાયમા ઇરફાન અસગરઅલી જ્યારે સદર ધંધાના મુળ માલિક શ્રી નિલેષ રસિકલાલ ત્રેવડીયા જણાયેલ અને તપાસ દરમ્યાન સ્થળ પરનાં હાજર વ્યક્તિ શ્રી રાયમા ઇરફાન અસગરઅલી શંકાસ્પદ ઘી બનાવતાં હોવાની પ્રાથમિક દ્રષ્ટીએ શંકા જણાતા ફુડ સેફ્ટી ઓફીસર એસ.બી.પટેલ તથા એમ.એમ.પટેલ દ્વારા ધી ફૂડ સેફટી સ્ટાંન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ નીચે મુજબના નમુના લેવાની તેમજ બાકીનો જથ્થો માનવ વપરાશમાં ન આવે તે હેતુથી સ્થળ પર સીઝ કરવામાં આવેલ છે.
