એ.સી.બી. સફળ ટ્રેપ
ફરીયાદી-એક જાગૃત નાગરીક
આક્ષેપીત : કિશોરભાઇ કાન્તીભાઇ મકવાણા,
પોલીસ કોન્સ્ટેબલ (વર્ગ-૩)
કે ટ્રાફીક પોલીસ સ્ટેશન અમદાવાદ.
ટ્રેપ ની તા.૦૯/૧૦/૨૦૨૫
લાંચની માંગણીની રકમઃ- રૂા.૧૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમઃ- રૂા.૧૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમઃ- રૂા.૧૦૦૦/-
ટ્રેપનું સ્થળઃ- અસલાલી સર્કલ , કમોડ તરફ આવાના રોડ પર, અસલાલી
અમદાવાદ
ટૂંક વિગત:-
આ કામ ના ફરીયાદી ટ્રાન્સપોર્ટ નો ધંધો કરતા હોય, જે અમદાવાદ શહેરમાં માલ સામાન ના હેર ફેર માટે ભાડેથી ગાડીઓ ચાલવતા હોય. ગઇ તા.૦૩/૧૦/૨૦૨૫ નારોજ ફરીયાદીશ્રી ના ડ્રાઇવરનો ફોન આવેલ અને કહેલ કે, તેઓએ સીટ બેલ્ટ પહેરેલના હોવાથી ફરીયાદીની આઇસર ગાડી અસલાલી રીંગ રોડ સર્કલ પર પોલીસના માણસોએ રોકેલ, અને આરોપીએ ત્રણ હજારનો સીટ બેલ્ટનો મેમો આપવાનું કહેતા, જેથી ફરીયાદીએ આરોપી સાથે મોબાઇલ ફોનમાં ગાડી છોડવા બાબતે વાતચીત કરતા રૂબરૂમાં મળવા જણાવતા તા.૦૭/૧૦/૨૦૨૫ નારોજ સાંજના છ વાગે અસલાલી સર્કલ ખાતે જઇ આરોપી કીશોરભાઇને રૂબરૂ મળતા તેઓએ રૂપિયા ૧૦૦૦/- ની માંગણી કરતા ફરીયાદીશ્રી તે સમયે રૂ.૧૦૦૦/- આપતા આ આરોપી કિશોરભાઇ એ દિવાળી બોનસ પેટે પણ પૈસા ની માંગણી કરેલ હોય વધુ પૈસા ના હોય જે અંગે વાયદો કરેલ હતો.
પરંતુ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોઈ એ. સી. બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતાં આજરોજ લાંચના છટકુંનું આયોજન કરવામા આવેલ, આ લાંચના છટકા દરમ્યાન આરોપીએ પંચ-૧ ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી દિવાળી બોનસ પેટે માંગેલ લાંચના રૂ.૧૦૦૦/- સ્વીકારી રંગેહાથે પકડાઈ ગયેલ છે.