ભુજના નારણપરમાંથી જુગાર રમતી છ મહિલા સહિત આઠ ખેલીઓની થઈ ધરપકડ

jugar

copy image

copy image

ભુજના નારણપરમાંથી જુગાર રમતી છ મહિલા સહિત આઠ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 23/10નાં રોજ સાંજના અરસામાં ખુલ્લા વરંડામાં અમુક શખ્સો રૂપિયાની હાર જીતનો જુગા રમી રહ્યા હતા તે દરમ્યાન અચાનક  ત્રાટકેલી પોલીસે અહીથી  જુગાર રમતી છ મહિલા સહિત આઠ ખેલીઓને પોલીસે રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડા રૂા. 30,310 સહિત કુલ રૂા. 70,310નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.