LIC માત્ર સંસ્થા જ નહીં, એક એવં વચન જેના પર લોકોનો વવશ્વાસ અટલ છે!

ભારતની એક એવી સંસ્થા જે દેશમાં સૌથી વધુ વિશ્વાસ ધરાવતી હોય તો તેનું નામ ભારતીય જીવન વીમા નિગમ (LIC) છે. તે માત્ર એક વીમા કંપની નહીં, પરંતુ કરોડો ભારતીયોના વિશ્વાસ સાથે સપના અને સુરક્ષાનું પ્રતીક છે. નાના શહેરોના શિક્ષકથી લઈને મેટ્રોપોલિટન વ્યાવસાયિકો સુધીના દરેક વ્યક્તિ LIC ને ભવિષ્યની ગેરટી તરીકે જુએ છે. પછી ભલે તે પુત્રીના લગ્ન હોય. ઘર બનાવવાનું હોય કે નિવૃત્તિ સહાય હોય – LIC દરેક જગ્યાએ હાજર છે.

મહારાષ્ટ્રના સત્તારાના રમેશ પાટીલે 25 વર્ષ પહેલા LIC પોલિસી લીધી હતી. 2025 માં જ્યારે તેમની પુત્રીના લગ્નનો સમય આવ્યો. ત્યારે તે જ પોલિસી તેમના માટે વરદાન સાબિત થઈ. રમેશ હરખભેર જણાવે છે કે “કંપનીઓ આવે છે અને જાય છે પણ LIC હંમેશા આપણી સાથે રહે છે.

આ વિશ્વાસના મૂળ ખૂબ ઊંડા છે. આઝાદી પછી દેશનું નાણાકીય માળખું રચાઈ રહ્યું ત્યારે LIC ની સ્થાપના 1956 માં થઈ હતી. ત્યારથી લઈને આજ દિન સુધી દરેક આર્થિક કટોકટી. દરેક સરકાર અને દરેક બદલાતા સમયમાં તેણે લોકોની મહેનતની કમાણીને બરાબર સાચવી છે. 1991 ના આર્થિક સુધારા હોય કે કોવિડ-19 રોગયાળો, LIC એ હંમેશા તેની વિશ્વસનીયતા અકબંધ રાખી છે.

LIC ફક્ત વીમો વેચતું નથી. તે વિશ્વાસ વેચે છે. દરેક ગામમાં તેના એજન્ટ પરિવારના સભ્ય જેવા હોય છે. કદાચ એ જ કારણ છે કે આજે ભારતમાં 30 કરોડથી વધુ પોલિસીઓ સક્રિય છે, જે કોઈપણ ખાનગી કંપની માટે એક કલ્પના સમાન છે.

જ્યારે વોશિંગ્ટન પોસ્ટ જેવા એક વિદેશી મીડિયાએ ઓક્ટોબર 2025 માં LIC પર અદાણી જૂથને મદદ. કરવાનો આરોપ મૂક્યો ત્યારે લોકોએ તેના પર અસ્યજનક પ્રતિક્રિયા આપી. તેઓ જાણતા હતા કે LIC ના રોકાણો નીતિના માળખામાં અને સંપૂર્ણ તપાસ બાદ જ કરવામાં આવે છે. જ્યારે LIC એ જાહેર કર્યું કે અદાણીનું રોકાણ તેના કુલ પોર્ટફોલિયોના 1% કરતા પણ ઓછું છે અને તેણે 120% નફો કર્યો છે, ત્યારે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો.

જ્યારે ભારત બિહાર વિધાનસભાની ચૂંટણીઓ સાથે લોકશાહીની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે વોશિગ્ટન પોસ્ટ જેવા સંગઠનો દ્વારા પાયાવિહોણ અહેવાલો LIC પર હુમલો કરવાની ઇસદાપૂર્વકની વ્યૂહરચના હોય તેમ લાગે.