“કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના કોપરના વાયરો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા, યસવંતકુમાર ચૌહાણ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારી, વિક્રમસિંહ ગોહિલ તથા પો.કોન્સ. અનિલભાઇ ખટાણાનાઓ અબડાસા તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિક્રમસિંહ ગોહિલ તથા અનિલભાઇ ખટાણાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ખુઅડા ગામની દક્ષિણ દિશાએ આવેલ પવન ચક્કી લોકેશન નં. ૨૫૬ વાળીથી થોડેક દુર બાવડની ઝાડીમાં અમુક ઇસમો ચોરી કે છળકપટથી મેળવેલ કોપર કેબલ સગેવગે કરી રહ્યા છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા અમુક ઇસમો પોલીસ સ્ટાફના માણસોને જોતા નાશી ગયેલ જે સદરહુ જગ્યાએ જઇ તપાસ કરતા કાપેલા કોપર કેબલ આશરે ૬૦૦ મીટર મળી આવેલ તેમજ બે મોટર સાઇકલ મળી આવેલ જેથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • કબ્જે કરેલ મુદ્દામાલ

કોપર કેબલ આશરે ૬૦૦ મીટર કિં.રૂ. ૩,૦૦,૦૦૦/-

  • બજાજ કંપનીની મો.સા. રજી.નંબર GJ-12-EF-2219 કિ.રૂ.૧૫,૦૦૦/-
  • હિરો કંપનીની એચ.એફ.ડિલક્સ મો.સા. રજી.નં. GJ-12-EC-7566 કિ.રૂ. ૨૫,૦૦૦/-