મોન્થા વાવાઝોડું અતી ઝડપમાં : આજે સાંજે આંધ્રપ્રદેશના દરિયા કિનારે ત્રાટકી અને તાંડવ કરશે

copy image

copy image

મોન્થા વાવાઝોડું અતિ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે આજે સાંજે આંધ્રપ્રદેશના દરિયા કિનારે ત્રાટકી અને તાંડવ કરશે તેવું જણાઈ રહ્યું છે. આ મોન્થા વાવાઝોડાએ અતિ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યારે 100 કિમીની ઝડપે પવનફૂંકાવાની ગંભીર સંભાવનાઓ જાહેર કરાઈ છે. ત્યારે હવામાન વિભાગનું કહેવું છે, આ મોન્થા વાવાઝોડાના કારણે ગુજરાતમાં આગામી 3 દિવસથી હળવાથી ભારે વરસાદની સંભાવના રહે છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતો મુજબ આ મોન્થા વાવાઝોડુ 28 ઓક્ટોબરે એટલે કે આજે સાંજે આંધ્રના દરિયાકાંઠે ટકરાશે અને વાવાઝોડાની સ્પીડ 90 થી 100 કિમીની હશે આ મોન્થા વાવાઝોડું ભારે વરસાદ લાવી શકે છે. ભારે વરસાદની આગાહીની સાથોસાથ  માછીમારોને સમુદ્રમાં ન જવાની તાકીદ કરવામાં આવી છે