રાજસ્થાનમાં સ્લીપર બસ  11 હજાર વોલ્ટના વાયરની લપેટમાં આવતા સર્જાયો ગોઝારો અકસ્માત : બેનાં મોત અનેક ઘાયલ

copy image

copy image

હાલમાં જ અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં રાજસ્થાનની રાજધાની જયપુરના મનોહરપુર વિસ્તારમાં સ્લીપર બસનો ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં સ્લીપર બસમાં આગ લાગવાને કારણે સર્જાયો હતો આ ગમખ્વાર અકસ્માત. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ જયપુરના મનોહરપુર વિસ્તારમાં ચાલતી બસ વીજળીના હાઈટેન્શન વાયરો સાથે અથડાઈ  11 હજાર વોલ્ટના વાયરના સંપર્કમાં આવી હતી. અથડામણ થયા બાદ તરત જ આ બસમાં ભીષણ આગ ફાટી નીકળતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. જાણવા મળી રહ્યું છે કે, અકસ્માતમાં 2 મુસાફરોનાં દર્દનાક મોત થયા છે તેમજ 10 થી વધુ લોકો દાઝી ગયા હોવાની હકીકત સામે આવી છે.  આ અકસ્માત ગ્રસ્ત બસમાં સવાર મુસાફરો ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરવા અર્થે જઈ રહ્યા હતા જ્યાં આ બનાવ બન્યો હતો. બનાવ અંગે જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની સહાયતાથી આગ પર કાબૂ મેળવ્યા બાદ પોલીસે આગળની વધુ તપાસ આરંભી દીધી હોવાનું સામે આવ્યું છે.