નડિયાદ ખેડા જિલ્લા એલ.સી.બી પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મહુધાના ફિણાવ ભાગોળ વિસ્તારમાં વિદેશી શરબનો મોટો જથ્થો હોવાની બાતમી મળી હતી. જે અનુસંધાને પોલીસ ટીમે મહુધા ફિણાવ ભાગોળ વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને બાતમી આધારિત જ્ગ્યાએ દરોડો કરતાં મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ ટીમે સર્ચ કરતાં વિદેશી શરાબની પેટી 15 બોટલ નંગ 180 કિંમત રૂ. 72,000 ના મુદામાલ સાથે નાસીર ગુલામ મલેકને પકડી પાડ્યો હતો.