ગુજરાત એસટી સુવિધાઓ નો લાભ ગામડાઓમાં પણ અપાવવા તેમજ ડેપોમાં પોલીસ ચોકી આપવા

આદરણીય સાહેબશ્રી, જય ભારત સાથે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે હું મનજીભાઈ આર.રાઠોડ (સભ્યશ્રી – ભચાઉ તાલુકા પંચાયત, શિકારપુર ૧૮ બેઠક અને પ્રમુખ – ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિ), આ પત્ર મારફતે આપનું ધ્યાન અમારા વિસ્તારના શિકારપુર,સુરજબારી વાઢીયા,નારણસરી, કટારીયા જેવા ગામોના નાગરિકોની મુસાફરી અંગેની અનેક અત્યંત મહત્વપૂર્ણ અને લાંબા સમયની સમસ્યાઓ,સુરજબારી શિક્ષણ ની સમસ્યા તથા ભચાઉ ડેપોમાં પોલીસ ચોકી મંજુર કરાવવા અંગે જન સમસ્યાઓ વિગત વાર લેખિત રજૂઆત કરું છું જે અંગે યોગ્ય કરવા વિનંતી. (૧) કચ્છ પ્રવેશદ્વારે આવતી જતી ગુજરાત એસટી નિગમ ની તમામ બસો ને શિકારપુર ચારરસ્તા ઉપર સ્ટોપ આપવા વિનંતી.અન્ય જિલ્લામાં આવતી જતી તમામ બસો આ રસ્તે થી જ પસાર થાય છે.આ વિસ્તારમાં આવેલા આસપાસ ના છ થી સાત ગામડાઓમાં આ જગ્યા એ જો સ્ટોપ આપવા માં આવશે તો સામાન્ય નાગરિકો ને મોટી રાહત થશે.આ ચારરસ્તા ની બે કિલોમીટર દૂર અજન્તા સ્ટોપ આપવા માં આવેલ છે.અજંતા એક ખાનગી કંપનીં છે.એક ખાનગી કંપની ના અમુક ગણ્યા ગાંઠ્યા લોકો ને એસટી બોર્ડ સુવિધા કરી આપતું હોય તો આ વિસ્તારના અનેક ગામો ના હજારો લોકો ને આ સુવિધા ઉપલબ્ધ થાય એમ કરી શીકારપુર ચારરસ્તા પાસે એસટી ની તમામ બસો ને રોકી સ્ટોપ આપવા વિનંતી.(૨) સૂરજબારી એ કચ્છનું પ્રવેશદ્વાર છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા સૂરજબારી વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. અહિં ધોરણ આઠ સુધી ના શિક્ષણ ની સુવિધા છે.આગળના શિક્ષણ માટે બહારગામ ભણવા જવું પડે તેમ છે.અહિના બાળકો ને અપડાઉનની સગવડ ન હોવાથી તેઓ ઉચ્ચ શિક્ષણ થી વંચિત રહી જાય છે. તેમજ ગામમાં એક પણ એસટી બસ આવતી જતી ન હોવાથી આખાય ગામ ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જે બાબતે શિક્ષણ તથા ગામના હિતમાં એક એસટી બસ સવાર સાંજ ચાલુ કરાવવા વિનંતી.ચોકી (૩) ભચાઉ એસટી ડેપોમાં હંમેશા દારૂડિયા અને અસામાજીક તત્વો જેમાં રોમિયો ગિરી કરતા આવારા તત્વો નો કાયમ ત્રાસ રહે છે.ગામડાઓ માં થી ભચાઉ નગરમાં ભણવા આવતી દિકરીઓને ખાસ તો શાળાએ થી છુટવા સમયે બપોરે એસટી ડેપો ભચાઉ માં અસામાજીક તત્વો નો મોટાપાયે ત્રાસ રહેતો હોવાની ફરિયાદો ઉઠતી હોય છે.જો ભચાઉ શહેર પોલીસ દ્વારા શનિ રવિ શિવાય ના દિવસો માં આ ડેપોમાં કાયમી એક પોલીસ ચોકી ઉભી કરવામાં આવે ને નિયમિત પોલીસ હાજર રહે તો અહિં થતી રોમિયો ગીરી, અસામાજીક તત્વોનો ત્રાસ, ખિસ્સા કાતરુઓ તેમજ દારુડીયા અને નશેડીઓ ઉપર કાબુ મેળવી ને વિધાર્થીઓ તથા સામાન્ય નાગરિકો ને રાહત મળી શકે છે.જે નંબર એક થી ત્રણેય મુદ્દે તાત્કાલિક અસરથી પગલાંભરવા વિનંતી.