લાકડા ખરીદી કરવા પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી એક વર્ષ માટે જેલના હવાલે

jail

copy image

copy image

લાકડા ખરીદી કરવા પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી ઈશમને એક વર્ષની કેદ ફટકારવામાં આવી છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  આરોપી જીલાની ટિમ્બર એન્ડ ફર્નિચરના પ્રોપરાઈટર મહેબૂબ બાસા સૈયદે ચુડવામાં આવેલ ડી.ડી. અગ્રવાલ ટિમ્બર પ્રા. લિ.માંથી રૂા. 1.50 લાખના લાકડાની ઉધાર ખરીદી કરી હતી. જેની ચુકવણી પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી ઈશમ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. આ કેસમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદ તથા ફરિયાદીના બાકી નીકળતી ચેકની રકમ રૂા. 1.50 લાખ 30 દિવસમાં ફરિયાદીને ચૂકવી આપવા અને રકમ ન ચૂકવે, તો વધુ એક માસની સજાનો હુકમ જાહેર કર્યો હતો.