જખૌ બંદરમાં પરીણીતાના આપઘાત કેસમાં પતિ વિરુદ્ધ ફોજદારી
copy image

સૂત્રો જણાવી રહ્યા છે જખૌ બંદર ખાતે રહેતી યુવા પરિણીતાને મારવા મજબૂર કરવા અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 27/10ના મૂળ ગિર-સોમનાથનાં કોડિનારના કોટડા બંદરની તેમજ હાલમાં અબડાસા ખાતે આવેલ જખૌ બંદર ખાતે રહેતી 22 વર્ષીય યુવા પરિણીતા વંદનાબેને કોઈ અકળ કારણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, હતભાગીના ભાઈએ મૃતકના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં જણાવેલ કે આરોપી છેલ્લા બે વર્ષથી અવાર-નવાર રૂપિયા માંગી તેમજ ચારિત્ર્યની શંકા રાખી મારકૂટ કરતો હોવાથી શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી જઈ હતભાગીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.