ઝરપરાના સીમમાં થયેલ રૂા. 10.28 લાખની ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની થઈ ધરપકડ

police

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ ઝરપરાના સીમમાં થયેલ રૂા. 10.28 લાખની ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ઈશમને પોલીસે દબોચી લીધો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ કાર્યવાહી દરમ્યાન મુંદ્રા પોલીસે આરોપી રમેશ છગનભાઈ જોગીને દબોચી લીધો હતો. અને બાદમાં પૂછતાછ કરતાં ઝરપરા સીમમાં આવેલા દક્ષ શિપિંગ સર્વિસએ અંબાજી વેરહાઉસના સ્ટોરમાંથી રૂા. 10,28,920ના મુદ્દામાલની ચોરી તેને કરી હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને અન્ય આરોપી શખ્સોને ઝડપી પાડવા વધુ કામગીરી કરી હોવાનું સામે આવ્યું છે.