“માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ, રાજેશભાઈ ગઢવી તથા પો.કોન્સ. ભરતભાઇ ગઢવીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે માંડવી મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૪૩/૨૫ પ્રેહી કલમ- ૬૫(એ) (ઈ), ૮૧, ૮૩,૧૧૬(બી),૯૮(૨), તથા BNS કલમ- ૧૧૧(૨)(બી), ૧૧૧(૩), ૧૧૧(૪) મુજબના ગુના કામે આરોપીઓ (૧) દિવ્યરાજસિંહ ઉર્ફે દેવુભા સ/ઓફ સુરેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૨૪ ધંધો- ખેતી રહે. ગામ ત્રગડી તા.માંડવી-કચ્છ તથા (૨) મનોજસિંહ ઉર્ફે મેહુલસિંહ સ/ઓફ ચંદુભા ઝાલા, ઉ.વ. ૨૬ ધંધો- ખેતી રહે. મુળ ગામ ભેયડા તા.ધાંગ્રધ્રા જી. સુરેન્દ્રનગર હાલે રહે. ત્રગડી તા.માંડવીનાઓની તપાસ કરતા મજકુર ઇસમો ત્રગડી સીમ વિસ્તારમાંથી મળી આવેલ જેથી મજકુર ઇસમોને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી મજકુર ઇસમોને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
- પકડાયેલ આરોપીઓ
દિવ્યરાજસિંહ ઉર્ફે દેવુભા સ/ઓફ સુરેન્દ્રસિંહ જાડેજા ઉ.વ. ૨૪ ધંધો- ખેતી રહે. ગામ ત્રગડી તા.માંડવી-કચ્છ
- મનોજસિંહ ઉર્ફે મેહુલસિંહ સ/ઓફ ચંદુભા ઝાલા, ઉ.વ. ૨૬ ધંધો- ખેતી રહે. મુળ ગામ ભેયડા તા.ધાંગ્રધ્રા જી. સુરેન્દ્રનગર હાલે રહે. ત્રગડી તા.માંડવી