ગુજરાત રાજયમાં ટ્રાફીક નિયમ ભંગના ઈ-ચલણ હવેથી UPI એપ્લીકેશન મારફતે ભરી શકાશે
ગુજરાત રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહન ચાલકોને ઇસ્યુ થયેલ ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ માટે હવે વધુ સરળ બની રહી છે. ગુજરાત સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે કરાયેલા MoU (કરાર) અંતર્ગત Bharat Bill Payment System (BBPS) મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવેલ છે અને આ યોજનાનો અમલ ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી સમગ્ર રાજયમાં કાર્યરત કરવામાં આવેલ છે.
રાજ્યમાં વર્ષ ૨૦૨૩ થી NIC ના સહયોગથી “One Nation One Challan” એપ્લિકેશનના માધ્યમથી વાહનચાલકોને દંડની રકમ ઓનલાઇન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ હતી જેમાં, વાહન ચાલકો દંડની રકમ નેટ બેંકિંગ, ડેબિટ/ ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એમ-પરીવહનની સાઇડ ઉપરથી ભરી શકતા હતા હવે આ સુવિધામાં વધારો કરીને BBPS પ્લેટફોર્મ એટલે કે, ડાયરેક્ટ Google Pay, Phone Pay, BHIM UPI, Yono SBI એપ્લીકેશન મારફતે વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકશે. BBPS જેવી સુવિધાઓનો સમાવેશ કરવાથી વાહનચાલકોને વધુ વિકલ્પો પ્રાપ્ત થશે અને દંડની રકમ ભરપાઇની પ્રક્રિયા વધુ સુવિધાજનક બનશે.
આ સુવિધા હેઠળ એકત્રિત થનાર નાણા ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ઓનલાઇન ચુકવણી માટે સમયાંતરે જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર દંડની રકમની ખરાઇ કર્યા બાદ સમાધાન રૂપે ટ્રાન્સફર કરવામાં આવશે. આથી રાજ્યમાં દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા બંને વધશે.
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગના કેસોમાં ઇસ્યુ થયેલા ઇ-ચલણની દંડની રકમ ભરપાઈ કરવાની પ્રક્રિયાને ગુજરાત પોલીસે વધુ સરળ બનાવી છે. ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચે SBI સાથેના MoU થી Bharat Bill Payment System (BBPS) મારફતે ઓનલાઇન પેમેન્ટની સુવિધા શરૂ કરી છે. વાહનચાલકો હવે Google Pay, PhonePe, BHIM-Pay અને YONO જેવી UPI એપ્લિકેશન દ્રારા સીધે-સીધી દંડની રકમ ભરી શકશે. એપ્લિકેશનમાં ‘સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત’ વિકલ્પ પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. આ નવી સુવિધાથી દંડ વસૂલીમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે તેમજ વાહનચાલકોને સહેલાઇથી પેમેન્ટની સુવિધા મળશે.
ઈ-ચલણની રકમ ચૂકવણીના વિકલ્પો.
(1) https://echallan.parivahan.gov.in वेसा मारइते (For ONOC E-Challan).
(2) Google Pay, Phone Pay, BHIM UPI, Yono SBI खेजीडेशन मारइते.
(3) “નેત્રમ” (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) એસ.પી. કચેરી, ડી.સી-૫, ડૉ.રવિન્દ્રનાથ ટાગોર રોડ, ગાંધીધામ-કચ્છ ખાતે કચેરી સમય દરમ્યાન આવીને ઇ-ચલણ ભરી શકાય છે.