માંડવીના રાયણ નજીક રિપેરિંગ કામના લીધે બનાવેલ ખાડાના કારણે પડી જવાથી યુવાને જીવ ખોયો
copy image

માંડવી તાલુકાનાં રાયણ પાટિયા નજીક રિપેરિંગ કામના લીધે બનાવેલ ખાડાના કારણે પડી જવાના કારણે 19 વર્ષીય યુવાનનું મોત થયું છે. ત્યારે આ બનાવ અંગે વધુ માં જાણવા મળી રહ્યું છે, માંડવીના દેવપર ગઢનો રહેવાસી અને છૂટક મજૂરી કામ કરનાર હિતેન્દ્રસિંહ તેજમલજી રાઠોડ નામનો યુવાન પોતાની બાઈક લઈને માંડવી જઈ રહ્યો હતો તે સમયે રાયણ પાટિયા નજીક ચાલતા માર્ગ રિપેરિંગનાં કામને લઈને ડાયવર્ઝનવાળા માર્ગે જઈ રહ્યો હતો તે દરમ્યાન રિપેરિંગ કામના લીધે બનાવેલ ખાડાના લીધે પડી જતાં તેને માથાંમાં ગંભીર ઇજાઓ થઈ હતી. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ કાર્યવાહી આદરી છે.