અંજાર પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઈન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ અંજાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દ૨મ્યાન બાતમી હકીકત મળેલ કે આનંદ શિવજી સંઘાર ૨હે. સાંઈનાથ સોસાયટી,મેઘપર (બો) તા.અંજાર વાળાએ ગે.કા.રીતે વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના રહેણાંક મકાનના સામેના ભાગે આવેલ વાડામાં બાવળોની ઝાડીમાં વેચાણ અર્થે છુપાવી રાખેલ છે. જેથી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ ક૨તા નીચે જણાવ્યા મુજબનો પ્રોહી મુદામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ.
હાજર ન મળી આવેલ આરોપીનું નામ
(૧) આનંદ શિવજી સંઘાર રહે. સાંઇનાથ સોસાયટી,મેઘપર(બો) તા.અંજાર
કબ્જે કરેલ મુદામાલની વિગત :-
વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૨૦ કિ.રૂ. ૧,૫૬,૦૦૦/-
દાખલ કરેલ ગુનાની વિગત-
અંજાર પો.સ્ટે.ગુ.ર.નં. ૧૩૭૪/૨૫ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી
એન.એન.ચુડાસમા આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.