ભચાઉ વોંધમાં પાર્ક કરેલ ગાડીમાંથી સામાન સેરવાયું
copy image

ભચાઉ ખાતે આવેલ વોંધમાં પાર્કિંગ પ્લોટમાં ઊભી ગાડીમાંથી 67 હજારની મત્તા પર હાથ સાફ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે એકમના મેનેજર અમિતકુમાર રમેશકુમાર ચૌહાણએ પોલીસ મથકે નોંધ કરાવેલ છે. ફરિયાદ અનુસાર ગત તા. 31/10ના એ.કે.ટી. લોજિસ્ટિક એલ.એલ.પી. કંપનીના પાર્કિંગમાં રાત્રીના સમયે આ ચોરીનો બનાવ બન્યો હતો. આરોપી ઈશમે અહી પોર્ક કરેલ ગાડીમાંથી ફોર્ચ્યુન સોયાબીન કંપનીના કાર્ટૂન નંગ 35 પર હાથ સાફ કર્યો હતો. પોલીસે નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળની વધુ તપાસ હાથ ધરી છે.