કચ્છ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરી હાથ ધરાઈ

ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના ૬ વિધાનસભા વિસ્તાર ૧. અબડાસા ૨. માંડવી, ૩.ભુજ, ૪.અંજાર, ૫.ગાંધીધામ અને ૬.રાપરમાં તા. ૧/૧/૨૦૨૬ની લાયકાતની તારીખોના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવ્યો છે. જે કાર્યક્ર્મના ENUMERTAION વાળા તબકકામાં કચ્છ જિલ્લાના કુલ ૧૮૪૮ મતદાન મથકોના બી.એલ.ઓ દ્વારા તા.૦૪/૧૧/૨૦૨૫ (મંગળવાર) થી ૦૪/૧૨/૨૦૨૫ (ગુરુવાર) સુધી “હાઉસ ટુ હાઉસ” મુલાકાત કરીને કુલ ૧૬૯૦૫૮૪ મતદારો પાસે Enumeration Form (ગણતરી ફોર્મ-એન્યુમેરેશન ફોર્મ) આપવાની કામગીરી શરૂ કરાઈ છે.

હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન મતદારોએ કોઈ પણ પ્રકારના દસ્તાવેજો આપવાની જરૂર નથી. મતદારયાદીમાં પોતાનું નામ તથા ૨૦૦૨ની મતદાર યાદી https://voters.eci.gov.in પર ચકાસી શકાશે. મતદાર રજિસ્ટ્રશન સંબંધિત કોઈ પણ માહિતી અને માર્ગ દર્શન માટે ૧૯૫૦ હેલ્પલાઈન પર સંપર્ક કરવાનો અથવા મતદારો બી.એલ.ઓ નો સંપર્ક કરી શકશે. આ સાથે જ કચ્છના નાગરિકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં Enumeration Form ભરવા અને સહયોગ આપવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કચ્છ કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેવું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.