ભુજ નગરપાલિકા પ્રેસનોટ

ભુજ નગરપાલિકા પાણી પુરવઠા યોજના નર્મદાણી પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ પડેલ હોઈ આવનાર બે દિવસ થી પાણીની લાઈનની મેઈન્ટેનન્સની કામગીરી યુદ્ધના ધોરણે પ્રગતિમાં છે, સદર કામગીરી આગમી એક કે બે દિવસમાં પૂર્ણ થશે, જેથી ભુજ શહેરને મળતું નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી શકશે નહિ, જેના કારણે ભુજ શહેરમાં કરવામાં આવતી પાણીની સપ્લાયમાં એક કે બે દિવસનો વિલંબ થશે એવું ભુજ નગરપાલિકાના વોટર સપ્લાયના ચેરમેન સંજયભાઈ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું હતું,

વધુમાં ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્યઅધિકારીશ્રી, તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા શહેરીજનોને પાણીનો કરકસરથી ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવે તેમજ મેઇન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયેથી પાણી સપ્લાય રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે, જેની શહેરીજનોએ નોંધ લેવા વિનંતી છે.