ગાંધીધામમાં ભા૨તીય ચલણી નોટો જેવી દેખાતી રૂપિયા ૫૦૦ના દરની ભારતીય મનોરંજન બેંક લખેલી નોટોના બંડલ દેખાડી છેતરપીંડી કરતા આરોપીઓની થઈ ધરપકડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ ગાંધીધામ બી ડીવીજન પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ઈશબશા અલીશા શેખ રહે અંજાર વાળો તથા તેના માણસો શબીરહુશેન શેખ તથા રમઝાન કકલ તથા ઈરફાન સૈયદ વાળાઓ ઇશબશા શેખના કહેવા મુજબ ઇશબશાના ફોન માં તથા તેના માણસોના ફોનમાં ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ ઉપર અલગ અલગ નામથી આઈડી બનાવી સોશિયલ મિડીયા મારફતે ભારતીય ચલણી નોટો નો વિડીયો બનાવી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસ માં લઇ છેતરપીંડી કરવા કોઈ ઇસમને ભારતીય ચલણી નોટોના બંડલો જેના ઉપર સાચી નોટ અને અંદરના ભાગે ભારતીય મનોરંજન બેંકની અસલી જેવી દેખાતી નોટોના બંડલ (ગડ્ડીઓ) બતાવી છેતેરપીંડી કરવા અલ્ટો કાર તથા એકટીવા લઈને ગાંધીધામ બસ સ્ટેશન પાસેના સર્વિસ રોડ પર આવનાર હોય તેવી બાતમી હકીકત મળેલ જેથી એલ.સી.બી ની ટીમ દ્વારા ગાંધીધામ બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન વચ્ચે વોચ ગોઠવી નીચે જણાવેલ ઇસમોને છેતરપીંડીન ગુનાને અંજામ આપતા પહેલા ભારતીય બનાવટની ચલણી નોટો તથા ભારતીય બનાવટની સાચી નોટો જેવી લાગતી ભારતીય મનોરંજન બેંક લખેલ નોટોના બંડલો સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓનાં નામ

(૧) સબીરહુશેન સુલતાન હુશેન શેખ ઉવ.૨૫ રહે.કનૈયાબે તા.ભુજ

(૨) રમઝાન સાલેમામદ કકલ ઉ.વ. ૩૦ રહે. શેખટીંબો તા.અંજાર

(૩) ઈરફાન ગુલામહુશેન સૈયદ ઉવ.૨૩ રહે.શેખટીંબો તા.અંજાર

પકડવાના બાડી આરોપીઓનાં નામ

(૧) ઈશબશા અલીશા શેખ રહે.શેખટીંબો અંજાર

ડબ્જે કરેલ મુદ્દામાલ

૫૦૦ ના દરની ભારતીય ચલણી નોટો નંગ-૪ કિ.રૂ. ૨૦૦૦/-

ભારતીય ચલણી નોટો જેવી લાગતી ભારતીય મનોરંજન બેંડ લખેલ નોટોના બંડલ નંગ-૨૪ કિ.રૂ.૦૦/-

મોબાઈલ ફોન નંગ-૩ કિ.રૂ. પપ,૦૦૦/-

અલ્ટો કાર નંબર પ્લેટ વગરકિ.રૂ. 3,00,000/-

એક્ટીવા જીજે.૩૯.એફ.૩૬૧૦ કિં.રૂ.૫૦,૦૦૦/-

ડુલ મુદ્દામાલ કિ.રૂ. ૪,૦૭,૦૦૦/-

દાખલ કરેલ ગુનાની વિગત

(૧)ગાંધીધામ બી ડીવી પો.સ્ટે. ગુ.૨.નં. ૧૫૯૩/૨૫ ભા૨તીય ન્યાય સંહિતાની

૬.૩૧૮(૪),૩૧૬(૨),૩(૫),૬૧(૨)(એ), ૬૨ મુજબ

મોડેશ ઓપરેટીસ

આ કામના આરોપીઓ ફોનમાં ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ ઉપર અલગ અલગ નામથી આઈડી બનાવી સોશિયલ મિડીયા મારફતે પોતાના આર્થિક ફાયદા સારૂ એક ભારતીય અસલ ચલણી નોટ બંડલ ઉપર રાખી બંડલની બાકી નોટો અસલી નોટો જેવી દેખાતી ભારતીય મનોરંજન બેંક લખેલી નોટોના અલગ અલગ પારદર્શક પ્લાસ્ટીક વડે બંડલો બનાવી આ નોટોના લોભમણા વિડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ એકના ડબલ તથા ત્રણ ગણા કરી આપવાની લાલચ આપી છેતરપીડી કરવાની એમ.ઓ ધરાવે છે.

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.