નાડાપામાં 20 વર્ષીય યુવતીનો આપઘાત
copy image

ભુજના નાડાપામાં 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ક્રિષ્નાબેન વેસ્તાભાઈ બબેરિયા નામને યુવતી નાડાપામાં આવેલી જી.એસ. ફેક્ટરીમાં હતી તે સમયે કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.