ગાંધીધામમાંથી બે ચોરાઉ બાઈક સાથે એકની ધરપકડ

police

copy image

copy image

ગાંધીધામમાંથી બે ચોરાઉ બાઈક સાથે એક ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મનોજ કિશોર દેવીપૂજક નામના શખ્સે પોતાના ઘરની પાછળ ચોરાઉ વાહનો છુપાવીને રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર તપાસ કરતાં નંબર પ્લેટ વિનાનાં બે બાઈક મળી આવેલ હતી. આરોપીને આ અંગે પૂછપરછ કરતાં તે આ વાહનોના કોઈ આધાર-પુરાવા રજૂ કરી શક્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી અને પકડાયેલ ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.