મીઠીરોહર નજીક બે ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું કમકમાટી ભર્યું મોત

accident

copy image

accident
copy image

મીઠીરોહર નજીક બે ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં  એક યુવાનનું કમકમાટી ભર્યું મોત થયું હતું. ગત તા. 23-10ના સવારના અરસામાં મીઠીરાહર નજીક આ ગોઝારો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રવીન્દ્રસિંઘ બલવીરસિંઘ સૈની નામનો યુવાન  પોતાના કબ્જાની ટ્રક પૂરઝડપે ચલાવીને જઈ રહ્યો હતો, તે સમયે વચ્ચે આવેલી  કારને બચાવવા જતાં આગળ જતાં વાહન સાથે ટ્રક અથડાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગલી વધુ તપાસ આરંભી છે.