ગાંધીધામ શહેરની ભાગોળે ટ્રેઈલરે એક્ટિવાને હડફેટે લેતાં યુવાને જીવ ખોયો

copy image

copy image

ગાંધીધામ શહેરની ભાગોળે ટ્રેઈલરે એક્ટિવાને હડફેટે લેતાં જતિન  પ્રવીણ મારાજ નામના યુવાને જીવ ગુમાવ્યો છે. આ જીવલેણ અકસ્માત ગાંધીધામની ભાગોળે નૂરી મસ્જિદ નજીક બન્યો હતો. ગત તા. 30ના બપોરના સમયે હતભાગી એક્ટિવા લઈને જઈ રહ્યો હતો તે સમયે ટ્રેઈલરના આરોપી ચાલકે પૂરઝડપે વાહન ચલાવી એક્ટિવાને હડફેટે લીધી હતી. સર્જાયલ અકસ્માતમાં હતભાગીની માથાને ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સરવાર મળેલ તે અગાઉ જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.