રાજ્ય સરકાર ખેડૂતોની વ્હારે : ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર

માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકશાનમાં રાહતરૂપ રૂ. ૧૦ હજાર કરોડનું આર્થિક સહાય પેકેજની જાહેરાત રાજ્ય સરકારે કરીને ખેડૂતોને વ્હારે આવી છે ત્યારે તેનો કચ્છના તમામ ખેડૂતો તથા દૂધ ઉત્પાદકો વતી સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજી હુંબલે આભાર વ્યક્ત કર્યો હતો.
ચેરમેનશ્રી વલમજીભાઇ હુંબલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વાલીની ભૂમિકા ભજવીને ખેડૂતોને પડખે ઉભી રહી છે. ખેડૂતોને નુકશાનમાંથી બનતી ત્વરાએ બેઠા કરવાનો હકારાત્મક અભિગમથી ખેડૂતોમાં ખૂશી ફેલાઇ છે. રૂ.૧૦ હજાર કરોડનું સહાય પેકેજ ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજું સૌથી મોટુ રાહત પેકેજ છે. ૨ હેક્ટરે જમીન માટે રૂ. ૪૪ હજારની સહાય ખેડૂતો માટે રાહતરૂપ છે. ઉપરાંત રાજ્ય સરકાર તા.૯ના ટેકાના ભાવે રૂ.૧૫ હજાર કરોડના ખર્ચે મગફળી,મગ, અડદ, સોયાબીન સહિતના પાકની ખરીદી શરૂ કરાશે. આમ, કુલ રૂ. ૨૫ હજાર કરોડની રાહત ખેડૂતોને અપાઇ છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું.