નરેડી સેવા સહકારી મંડળીને ફડચામાં લઇ જવાઇ
જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભુજના અંતિમ આદેશ મુજબ શ્રી નરેડી સેવા સહકારી મંડળી લી, મુ નરેડી, તાલુકો અબડાસા, જિલ્લા-કચ્છને ફડચામાં લઇ જવામાં આવેલી છે. આ મંડળી પાસે જેમનું કંઇ લેણું હોય તેમણે તેમનો હિસાબ/ જરૂરી આધાર પુરાવા સાથે આ નોટીસથી ૬૦ દિવસમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી પાસે નોંધ કરાવવી અથવા રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલી આપવી. જો કોઇ રજૂઆત કરવામાં નહીં આવે તો મંડળીના દફતર મુજબની જે કંઇ બાકી હશે તે મુજબ આગળની મંડળી આટોપવાની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે મંડળીના બાકીદારોએ તુરંત જ મંડળીનું ચુકતે લેણું ભરી જવા ફડચા અધિકારી અને સહકારી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.