ગુજરાત સામુહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના હેઠળ ખાતેદાર ખેડૂતને અકસ્માત મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના

ગુજરાત સામુહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના હેઠળ ખાતેદાર ખેડૂતને અકસ્માત મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના છે. આ યોજનામાં તમામ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતનો પતિ / પત્નીનો સમાવેશ થયેલ છે. અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી-સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં નીચે મુજબની સહાય મળવાપાત્ર રહેશે.(અ) અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી-સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં ૧૦૦% લેખે રૂ. ૪.૦૦ લાખ (અંકે રૂપિયા ચાર લાખ પુરા), (બ) અકસ્માતના કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ-પગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ % લેખે રૂ. ૪.૦૦ લાખ, (ક) અકસ્માતના કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ % લેખે રૂ. ૪.૦૦ લાખ – (અંકે રૂપિયા ચાર લાખ પુરા), (ડ) અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦ % લેખે રૂ. ૨.૦૦ લાખ,

અરજી સાથે રજુ કરવાના જરૂરી આધાર પુરાવા :-

(૧) નિયત અરજી પત્રક (૨)મૃતક ખાતેદાર ખેડૂત થયા તેની નોંધવાળું હકક પત્ર ગામનો નમૂનો-૬, ૭/૧૨, નૂમના ૮-અ નો ઉતારો ઈ-ધરામાંથી મેળવી કોમ્પ્યુટરાઈઝડ કોપી રજૂ કરવી. (મૃત્યું તારીખ પછીની પ્રમાણિત નકલો) (૩)એફ.આઈ.આર/પોલીસ પંચનામા/જાણવા જોગ એન્ટ્રીની નકલ/ અકસ્માત મૃત્યુંની સ્ટેશન ડાયરીમાં કરેલ નોંધની પ્રમાણિત નકલ (૪) બનેલ અકસ્માતની જગ્યાનું પંચનામું (૫)ઈન્કવેસ્ટ પંચનામું (૬)પી.એમ રીપોર્ટ

૬.૧ એફ.એસ.એલ રીપોર્ટ(જો સુચવેલ હોય તો) તેમજ મૃત્યુના આખરી કારણ અંગે પી.એમ કરનાર ડોકટરનું પ્રમાણપત્ર (૭) અપંગતાના કિસ્સામાં, ૭.૧ સીવીલ સર્જનનું પ્રમાણપત્ર,  ૭.૨ સારવાર માટે રીપોર્ટ અને દવા ખરીદીના બીલો (૮) જન્મતારીખના પુરાવા(જન્મનું પ્રમાણપત્ર, શાળા છોડયાનું પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડની નકલ,

આધારકાર્ડની નકલ(અભણ વ્યકિતના કિસ્સામાં)તથા મરણનો દાખલો (૯) સારવાર લીધેલ (હોય તો) દવા ખરીદીના બીલની નકલ (૧૦)પેઢીનામું તેમજ પેઢીનામા મુજબનાં તમામ વારસદારોના જન્મ નાં પુરાવા (એલ.સી ની નકલો) (૧૧)ડ્રાઈવીંગ લાયસન્સની પ્રમાણિત નકલ અને આર.ટી.ઓ ઓફિસરનું પ્રમાણપત્ર (જો મૃતક/અપંગ વ્યકિત જાતે ડ્રાઈવીંગ કરતી વખતે અકસ્માત થયેલ હોય તો) (૧૨) અરજદારના બેન્ક એકાઉન્ટના રદ કરેલ ચેક તથા આધાર કાર્ડની નકલ (૧૩) ઈન્ડેમ્નીટી બોન્ડ

           આ અંગે વધુ  જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ  અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબાર યાદીમાં જણાવાયું છે.