“ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ઓઇલના જથ્થા સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી. જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દેવજીભાઇ મહેશ્વરી તથા લીલાભાઇ દેસાઇનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, વિરાણી થી નાભોઇ ગામ તરફ જતા રસ્તા પાસે આવેલ ત્રણ રસ્તા પાસે બાવડોની ઝાડીમા ગેરકાયદેસર રીતે ઓઇલના બેરલો રાખેલ છે અને તે જથ્થો હાલે એક છોટા હાથી માલવાહનમાં ભરી સગે વગે કરે છે અને હાલે તેની પ્રવુતી ચાલુમાં છે જે મળેલ હકીકત આધારે તપાસ કરતા એક છોટા હાથીમાં બેરલ પડેલ હોય અને ત્રણ ઇસમો (૧) અબ્દુલરહેમાન આમદ કુંભાર તથા (૨) અયાન અબ્દુલરહેમાન કુંભાર તથા (૩) મહાવીરસિહ દિલુભા જાડેજાનાઓ મળી આવેલ જેથી મજકુર પ્રથમ ઇસમને છોટા હાથીમા ભરેલ ૨૦૦ લીટર ક્ષમતા વાળા બેરલમાં ભરેલ કાળા કલરના ઓઇલના જથ્થા બાબતે પુછપરછ કરતા કોઇ આધાર પુરાવા કે બીલ ન હોવાનું જણાવેલ જેથી આ ઓઇલનો જથ્થો ક્યાથી લાવેલ છે તે બાબતે પુછપરછ કરતા જણાવેલ કે મહાવીરસિહ દિલુભા જાડેજા રહે. નાભોઇ તા.માંડવી વાળાએ લઈ જવા બોલાવેલ હતો અને હુ અને મારો દિકરો અયાન મારા કબ્જાના વાહનથી આ ઓઇલનો જથ્થો મહાવીરસિહ પાસેથી લેવા આવેલ હતા તેમજ મજકુર મહાવીરસિંહ દિલુભા જાડેજાની આ ઓઇલના જથ્થા બાબતે પુછપરછ કરતા જણાવેલ છે કે મને એક ઇસમ ઓઇલ આપી ગયેલ હતો અને આ ઓઇલ પવનચકીનો છે અને આ ઓઇલથી ભરેલ બેરલ વેચાણ કરવા માટે અબ્દુલરહેમાન કુંભાર ભુજ વાળાને બોલાવેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ – ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.

  • કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કિં.રૂ. ૩,૧૦,૦00/-)
  • ૨૦૦૦ લીટર ઓઇલ કી.રૂા. ૮૦,૦૦૦/-
  • છોટા હાથી રજી.નં. જી.જે-૧૨-સી.ટી-૨૦૮૦ કિ.રૂ. ૨,૦૦000/-
  • મોબાઇલ ફોન નંગ – ૦૩, કિં.રૂ. ૩૦,000/-

→ પકડાયેલ ઇસમો

અબ્દુલરહેમાન આમદ કુંભાર ઉ.વ.પર રહે. અમનનગર ભુજ

  • અયાન અબ્દુલરહેમાન કુંભાર ઉ.વ.૨૧ રહે. અમનનગર ભુજ
  • મહાવીરસિહ દિલુભા જાડેજા ઉ.વ.૨૮ રહે નાભોઇ તા.માંડવી