રાપર ખોખરામાં ખાનગી કંપનીના પ્લાન્ટમાં ચોર ઈશમોએ ખાતર પાડ્યું

copy image

copy image

અંજાર ખાતે આવેલ રાપર ખોખરામાં ખાનગી કંપનીના પ્લાન્ટમાં ચોર ઈશમોએ ખાતર પાડી લાખોના માલ સામાનની તસ્કરી કરી ફરાર થઈએ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપર ખોખરામાં આવેલ એલ એન્ડ ટી કંપનીનું પાઇપ લાઇનનું કામ ચાલુ છે. આ કામ અર્થે એમ.પી.એસ.-બે ખાતે સ્ટોરરૂમ બનાવવામાં આવેલ છે. આ સ્ટોર રૂમમાં કંપની દ્વારા અલગ અલગ પ્રકારનું સામાન રાખવામા આવેલ હતું. ત્યારે ચોર ઈશમોએ આ સ્ટોરમાંથી જુદા જુદા પ્રકારના વાયર, પટ્ટી, લગ્સ, ગ્લેન્ડસ, વાયડિંગ,  વગેરે મળી લાખોના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ છાનબીન આરંભી છે.